Skip to main content

Posts

Showing posts from 2017

ભારતીય સાહિત્ય મીમાંસા: કવિરાજ શ્રી વિનોદભાઇ જોશીના પંચદિવસીય વક્તવ્યના શબ્દાલેખનો પ્રયાસ

काव्यशास्त्र विनोदेन कालोगच्छति धिमतां। व्यसनेन तु मुर्खाणां निद्रया कलहेनवा।। (સંસ્કૃત સુભાષિત) अर्थात: બુદ્ધિશાળી મનુષ્ય કાવ્યશાસ્ત્રથી આનંદ માણે છે અને જે વ્યસની અને મૂર્ખ છે તે ઊંઘ અને કલહમાં જીવન વેડફે છે. મારા પ્રિય કવિરાજ વિનોદભાઇ જોશીને સાંભળવા તેઓનો અનુગ્રહ ગુજરાતી ભાષા સાહિત્યભવનમાં વિદ્યાગુરુ સ્વરૂપે પ્રાપ્ત થવો અને એમાં પણ તેઓના શ્રી મુખે એમ.એ. ના વિદ્યાર્થીઓ સંગાથે ભારતીય સાહિત્ય મીમાંસા અને ભરતમુનિના નાટ્યશાસ્ત્રનું રસપાન કરવું અને આટલો ઉત્તમ યોગ અને આ લબ્ધી બહુમોટા ભાગ્યવાળાને જ સાંપડે. યથાર્થ કૃતાર્થ થયો. પંચ દિવસીય રસાસ્વાદન બદલ કવિરાજનો આભાર માનુ એટલો ઘટે. આ નોટ્સ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય માટે બ્લોગના માધ્યમથી કવિરાજના શબ્દ વડે વિતરીત કરવાનો એક નમ્ર પ્રયાસ છે. માતૃભાષામાં લખતા શીખું છું. જોડણી દોષો સુચવશો. ગમશે. काव्यशास्त्र પ્રથમ દિવસ તારીખ: ૧૬/૦૧/૨૦૧૭, પોષ વદ ચતુર્થી, સોમવાર સ્થળ: ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી, ભાવનગર સમય: ૧૧ થી ૧ ૧. ભૂમિકા થી સિદ્ધાંત તરફ: What is Indian Poetics? મનોમય તર્ક કરવાનો છે. આપણને વસ્તુની